<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

નવી દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલન ૨૦૨૬માં વિશ્વના વિવિધ દેશોના પ્રમુખ નેતાઓ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સહભાગી થશે. આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, ઈથોપિયાના પ્રધાનમંત્રી અબી અહેમદ અલી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફેસલ બિન ફર્હાન અલ સાઉદ, બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા તેમજ યુ.એ.ઈ. ના અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ આ પરિષદમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. (ન્યૂઝફર્સ્ટ)

(9:21 PM IST)