તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
૧ કલાકના વિરામ બાદ બપોરે ૩.૩૩ વાગ્યે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. (કેતન ખત્રી) : * સુરતમાં અત્યારે ૪ વાગે વરસાદ ચાલુ છે. સુરતમાં રહેવાસીઓને મોબાઇલમાં જોરદાર એકસ્ટ્રીમલી સીવીયર એલર્ટ વાગ્યુઃ મેસેજમાં લખ્યું છે કે આગામી ૨૪ કલાકમાં ભરૂચ, છોટા ઉદેપૂર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સુચનાઃ કૃપા કરીને ‘‘એસઇએમએ'' માર્ગદર્શિકા અનુસરો. * અમદાવાદઃ મકરબા પોલીસ હેડકવાટર્સ પાસે પાણી ભરાયા, વષાાપૂરમાં જળબંબાકાર * ગાંધીનગરઃ અપોલો સ્કૂલની બસ બ્રેક ડાઉન થતા, વિદ્યાર્થીઓને સલામત બહાર કઢાયાઃ ટીવીનાઇન * અમદાવાદના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગોહિલ ભારે વરસાોના પગલે ફિલ્ડમાં નિકળ્યાઃ તમામ પોલીસ અધીકારીઓ, સ્ટાફ સ્ટેન્ડ ટુઃ અમદાવાદમાં અનેક સ્થળે પોલીસે વિદ્યાર્થીઓ-મહિલાઓનું રેસ્ક્યુ કર્યુ * સાબરકાંઠામાં મેઘાનું આગમનઃ તલોદ, પ્રાંતીજ, હિંમતનગરમાં સારો વરસાદઃ હવામાન ખાતું કહે છે ભારે વરસાદની સંભાવના * અંબાલાલ પટેલઃ ઉત્તર ગુજરાતમાં અતી ભારે વરસાદ અને અમદાવાદ-ગાંધાીનગર જળબંબોળ થવાની પૂરી સંભાવના * મહેસાણાના બેચરાજીમાં ધોધમાર વરસાદી બેટીંગ * નવસારીને જોડતો નેશનલ-એક્સપ્રેસ-૪ હાઈવે બંધઃ અંબિકામાં ઘોડાપુર * નીટ-પેપર લીક પ્રશ્ને આંદોલન ચલાવી રહેલ જંગી વિરોધ પ્રદર્શનના પગલે કેન્દ્ર સરકારે સંવાદ માટે હાથ લંબાવ્યો

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
