News of Saturday, 4th July 2026
ભારે વરસાદથી વીજતંત્રને દોડધામઃ૧૮૨ થાંભલા પડી ગયાઃ ૧૦ ટ્રાન્સફોર્મરમાં ધડાકા જૂનાગઢ-ભાવનગર-પોરબંદર ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે વીજટીમોને ભારે દોડધામ થઇ પડી છેઃ ૮ ગામોમાં અંધારપટ છવાઇ ગયાનું, ૧૮૨ થાંભલા પડી ગયાનું અને ૧૦ ટ્રાન્સફોર્મર ધડાકાભેર ઉડયા હોવાનું બહાર આવ્યું છેઃ ૮૧ ફીડરો બંધ હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું: તેમણે જણાવેલ કે હાલ તમામ સ્થળે ટીમો કામ કરી રહી છેઃ સાંજ સુધીમાં વીજ પૂરવઠો ફરી કાર્યાન્વીત કરી લેવાશે.

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
