<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પશ્ચિમ બંગાળમાં એપેલેટ ટ્રિબ્યુનલમાંથી જસ્ટિસ શિવજ્ઞાનમનું રાજીનામું : પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતી મેળવી મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો છે. ચૂંટણી બાદ મતદાર યાદી સુધારણા પંચના એપેલેટ ટ્રિબ્યુનલમાંથી કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શિવજ્ઞાનમે રાજીનામું આપ્યું છે. રાજીનામાનું મુખ્ય કારણ કામનું અતિશય ભારણ અને અંગત કારણો છે. તેમણે ૨૨ દિવસમાં ૧૭૭૭ કેસ ઉકેલ્યા હતા પરંતુ બાકીની ૧ લાખ અપીલ સાંભળવામાં ૪ વર્ષ જેટલો સમય લાગી શકે તેમ હતો. દરમિયાન, બંગાળ ચૂંટણી પરિણામો પર અમેરિકન નેતાના અભિનંદન સંદેશ સામે શિવસેનાના નેતાએ વાંધો ઉઠાવી વિદેશી દખલગીરી ગણાવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

(5:54 PM IST)