તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 1st September 2026
નાટો સેક્રેટરી જનરલ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જર્મનીના લીપઝિગ એરપોર્ટ પર રશિયા દ્વારા કરવામાં આવેલા હાઇબ્રિડ હુમલાની પુષ્ટિ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અફરાતફરી મચી ગઈ છે, જેના પગલે નાટો દેશોએ જર્મનીને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ, યુક્રેનિયન એરફોર્સના F-16 ફાઇટર જેટ્સે રશિયન ડ્રોન ઓપરેટરોના બેઝ પર ભીષણ એરસ્ટ્રાઇક કરીને રશિયાને મોટો ફટકો માર્યો છે, જ્યારે પશ્ચિમ એશિયામાં પણ સંગ્રામ છેડાઈ ચૂક્યો છે જ્યા અમેરિકી એરફોર્સે ઈરાન પર શ્રેણીબદ્ધ પ્રચંડ હુમલા કરીને ચાબહાર પોર્ટ, બંદર અબ્બાસ, સિરિક અને સ્ટ્રેટ ઓફ હોર્મોજ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં ૧૮થી વધુ ધડાકાઓ સાથે કહેર વર્તાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એકસાથે પાંચ દેશો સીધા યુદ્ધના મેદાનમાં આવી જતાં સમગ્ર વિશ્વમાં એકસાથે મહાયુદ્ધ જેવો ભયાનક માહોલ સર્જાયો છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
