<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

પવિત્ર પરસોત્તમ માસની પૂનમ નિમિત્તે દ્વારકામાં દર્શનાર્થે હજારો- લાખો લોકો ઉમટી પડ્યા* આજે પરસોતમ માસની અતિ પવિત્ર પુનમ છે. દ્વારકા હાઇવે ઉપર ત્રણથી પાંચ કિલોમીટરની લાંબી લાઈનો વહેલી સવારથી લાગી છે. દ્વારકાધીશના મંદિરે છપ્પન સીડી પાસે રાત્રે ૧૨.૩૦ વાગ્યાથી શ્રદ્ધાળુઓની ભીડ જામવાની શરૂ થઈ ગઈ હતી. અત્યારે સવારે ૬.૩૦ આસપાસ હજારો લોકો દર્શનાર્થે લાઈનમાં ઊભા છે. કૌશલ સવજાણી જામખંભાળિયા. : જુઓ વિડીયો

(10:46 AM IST)