<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

જર્મનીમાં ભયાનક મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્‍ફળઃ આઈસીઆઈસી સાથે જોડાયેલા સત્તર વર્ષના સીરિયન યુવાનની ધરપકડ જર્મનીના હેમ્‍બર્ગમાં પોલીસે એક મોટી આતંકવાદી ઘટનાને બનતા પહેલા જ અટકાવી દીધી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સીરિયાના એક સત્તર વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે જે ઇસ્‍લામિક સ્‍ટેટથી પ્રભાવિત હોવાનું અને મોટા પાયે હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હોવાનું જાણવા મળ્‍યું છે. જર્મન સુરક્ષા એજન્‍સીઓ અત્‍યારે આ યુવાનના અન્‍ય સાથીદારો અને તેના લોકલ નેટવર્કની તપાસ કરી રહી છે. યુરોપમાં વધી રહેલા કટ્ટરવાદને પગલે જર્મનીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

(2:16 PM IST)