<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

રાજકોટ લોકમેળોઃ ફોર્મ ભરવાની મુદત પુરીઃ કુલ પ૩૪ ફોર્મ ભરાયાઃ રમકડાના ૧૦૦ સ્‍ટોલ સામે ૯પ ફોર્મ આવતા દરેકને સ્‍ટોલ મળી જશે રાજકોટ કલેકટર તંત્ર આયોજીત રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા જગ વિખ્‍યાત લોકમેળામાં હવે ફોર્મ ઉપાડ-ભરવાની મુદ્‌્‌ ગઇકાલે પુર્ણ થઇ હતીઃ કુલ ૬૬૭ ફોર્મ ઉપાડ સામે પ૩૪ ફોર્મ ભરાયા હતા. રમકડાના ૧૦૦ સ્‍ટોલ સામે ૯પ ફોર્મ આવતા ફર્મ એલોટમેન્‍ટની જેમ દરેકને સ્‍ટોલ મળી જશે, ડ્રો કરવાની સ્‍થિતિનો છેદ ઉડી ગયો છે. જયારે મધ્‍યમ ચકરડીના ૩ પ્‍લોટ સામે ૮૪ અને નાની ચકરડીના ર૪ પ્‍લોટ સામે અધધધ ર૦૬ ફોર્મ ભરાયા છેઃ યાંત્રિક આઇટમોમાં સ્‍ટોલની સંખ્‍યા સામે ફોર્મ વધુ આવ્‍યા છેઃ આઇસ્‍ક્રીમમાં પણ રર પાર્ટી મેદાનમાં છે, સોમવારથી ડ્રો-હરરાજીનો પ્રારંભ થશે

(10:55 AM IST)