<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

આ દિવાળીએ દેશમાં રોકડ નાણાંના વપરાશમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના આંકડા મુજબ, દેશમાં કુલ રૂ. ૪૩.૫૯ લાખ કરોડની ચલણી નોટો ચલણમાં છે, જે વિતેલી દિવાળીએ રૂ. ૩૮.૨૯ લાખ કરોડ હતી. છેલ્લા એક વર્ષમાં (દિવાળીથી દિવાળી સુધી) ચલણમાં રૂ. ૫.૩ લાખ કરોડની નવી રોકડ ઉમેરાઈ છે. આ હિસાબે દર મહિને રૂ. ૪૪,૧૬૭ કરોડ અને રોજના રૂ. ૧,૪૭૨ કરોડ જેટલું રોકડ ચલણ ભારતીય અર્થતંત્રમાં ઉમેરાયું છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:27 PM IST)