તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
નવરાત્રિ ડોમમાં વ્યક્તિદીઠ 1 ચો.મી. જગ્યા અને 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત : અમદાવાદમાં કડક નિયમોની તૈયારી
એસજી હાઇવે, સિંધુભવન સહિત 60+ ડોમ માટે અમદાવાદ કોર્પોરેશનના ફાયર વિભાગે 30 મુદ્દાની ગાઈડલાઈન તૈયાર કરી

અમદાવાદ તા.૧૭ : અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે કડક તૈયારી શરૂ કરી છે. ગત વર્ષે શહેરમાં 50 જેટલા પ્રીમિયમ ડોમ હતા, જ્યારે આ વર્ષે એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રીંગ રોડ વિસ્તારમાં 60 થી વધુ એરકન્ડિશન્ડ ડોમ ઉભા થવાની શક્યતા છે. જેને ધ્યાને લઈને ખેલૈયાઓની સલામતી માટે ફાયર વિભાગે 30 મુદ્દાની વિસ્તૃત ગાઈડલાઈન તૈયાર કરી છે, જેનું જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.
નવી ગાઈડલાઈન મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા અનુસાર જ પ્રવેશ આપવાનો રહેશે અને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવી ફરજિયાત રહેશે. સાથે જ પંડાલમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવા પડશે અને ગેટની સામે 5 મીટર સુધી ખુલ્લી જગ્યા રાખવી પડશે. બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધુ ન હોવો જોઈએ અને બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરનું અંતર જાળવવું પડશે.
આ ઉપરાંત દર 100 ચો.મી. વિસ્તારે 2 ABC અને 2 CO2 ફાયર એક્સ્ટીંગ્વીશર તેમજ 200 લીટર પાણીનો ડ્રમ રાખવો ફરજિયાત કરાયો છે. પંડાલના પડદા અને કાર્પેટ પર ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટ કરાવવું પડશે. સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ ગોડાઉન, ભઠ્ઠી કે ટ્રાન્સફોર્મર નજીક ડોમ બાંધી શકાશે નહીં. આયોજકોએ ફરજિયાત Temporary Fire Safety Certificate લેવાનું રહેશે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
