તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 15th May 2026
ગુજરાતમાં દર ૬ મિનિટે ૧ મહિલા ઘરેલુ હિંસાનો શિકાર
૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ૧૦ વર્ષમાં ૧૬ લાખથી વધુ મહિલાઓએ મદદ માગી : સમાજની વરવી વાસ્તવિકતા હેલ્પલાઈન પર આવતા કોલના દર્દમાં છલકાઈ રહી છે

અમદાવાદ,તા.૧૫: ૧૫ મેના રોજ 'વિશ્વ પરિવાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત પરિવારથી વિભક્ત (નાના) પરિવારનો ટ્રેન્ડ વધ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં એક જ આંગણે ત્રણ પૈઢીઓ સાથે રહેતી હતી. આજે શહેરોમાં 'કપલ અને એક બાળક' મોડલ સામાન્ય બનતું જાય છે અને સંયુક્ત પરિવારો ઘટી રહ્યા છે. ત્યારે સમાજમાં મહિલાઓની સ્થિતિ વધુ નાજુક બની રહી છે. ગુજરાતમાં મહિલાઓ સામે થરેલુ હિસા, માનસિક તણાવ, હેરાનગતિ અને સંબંધોની સમસ્યાઓ ચિતાજનક રીતે વધી રહી હોવાનું ૧૮૧ 'અભયમ' હેલ્પલાઈનના આંકડા પરથી સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા દાયકામાં ૧૬ લાખથી વધુ મહિલાઓએ મદદ માટે ૧૮૧નો સહારો લીધો છે.
સરકારી આંકડા મુજબ ૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬.૫૮ લાખથી વધુ મહિલાઓએ સંપર્ક કર્યો હતો. દરરોજ સરેરાશ ૪૩૮ કોલ અને દર કલાકે અંદાજે ૧૮ મહિલાઓ મદદ માટે ફોન કરતી હોવાનું ચોંકાવનારું ચિત્ર છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે કુલ કોલ્સમાં ૪૧ ટકા કોલ માત્ર થરેલુ હિસા સંબંધિત હોય છે. એટલે કે ગુજરાતમાં દર ૬ મિનિટે એક મહિલા ઘરેલુ હિસા અંગે મદદ માગી રહી છે.
રાજ્યમાં ૩૦૦થી વધુ વૃદ્ધાશ્રમ, હજારો વડીલો પરિવારથી દૂર રહેવા મજબૂર
બદલાતી જીવનશૈલી અને નાના ફેમિલીના ટ્રેન્ડ વચ્ચે રાજ્યમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં હાલ ૩૦૦થી વધુ વૃદ્ધાશ્રમો કાર્યરત છે. સૌથી વધુ અમદાવાદમાં અંદાજે ૮૬. સુરતમાં ૬૩, વડોદરામાં ૪૮ અને રાજકોટમાં ૨૩ વૃદ્ધાશ્રમ તથા સિનિયર લિવિગ સેન્ટર કાર્યરત હોવાનું જાણવા મળે છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
