તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
૧૦૭૧ કરોડનું સાયબર ફ્રોડ... એકલા હાથે હજારો લોકોના ખાતા ખાલી કર્યા
ગુજરાત સાયબર ક્રાઈમે આસામથી એક આરોપીની ધરપકડ કરી : આરોપીના તાર ચીન-કંબોડિયા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું

અમદાવાદ તા.૧૮: ગુજરાત સાયબર ક્રાઈમે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કરીને આસામના બારપેટામાંથી એક આરોપીની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટના નકલી સમન્સ અને પોલીસ અધિકારી બનીને વીડિયો કોલ મારફતે લોકોને ‘ડિજિટલ અરેસ્ટ' કરી કરોડો રૂપિયા પડાવતી આ ગેંગનું ચીન અને કંબોડિયા સાથેનું આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે. તપાસ દરમિયાન સમગ્ર દેશમાં આચરવામાં આવેલા રૂ. ૧,૦૭૧ કરોડના સાયબર ફ્રોડ અને ૧,૭૫૪ બેંક એકાઉન્ટ્સનું મોટું નેટવર્ક ખુલ્લું પડ્યું છે.
આરોપીઓ નાસિક પોલીસ કે અન્ય તપાસ એજન્સીના નામે પીડિતોને ફોન કરતા હતા અને સુપ્રીમ કોર્ટનું બનાવટી સમન્સ બતાવીને ડરાવતા હતા. પીડિતનું બેંક એકાઉન્ટ ટેરર ફંડિગ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અથવા ડ્રગ્સ ટ્રાફિકિગમાં વપરાયું હોવાનો ખોટો આક્ષેપ મૂકી, વીડિયો કોલ પર સતત નજર રાખીને પીડિતને ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ કરી લેવામાં આવતો હતો. ત્યારબાદ કેસમાંથી બહાર કાઢવાના બહાને તેમની પાસેથી લાખો રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાતા હતા.
ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે વેશપલટો કરીને આસામમાં ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલો આરોપી આસામથી બેસીને પヘમિ બંગાળના બેંક એકાઉન્ટ અને નાગાલેન્ડના સિમકાર્ડનો ઉપયોગ કરી આખી સિન્ડિકેટ ચલાવતો હતો. તપાસમાં ૧,૦૯૦ જેટલી સાયબર ફરિયાદો અને દેશભરમાં નોંધાયેલી ૨૫ જેટલી જ્ત્ય્ સાથે આ નેટવર્કની કડીઓ જોડાઈ છે. તાજેતરમાં જ એક એકાઉન્ટમાંથી રૂ. ૫૦ લાખ ટ્રાન્સફર થયા હતા, જેને સાયબર ક્રાઈમે સમયસર કાઉન્સેલિગ કરીને મુંબઈ, ઝારખંડ સહિતના પીડિતોના નાણાં બ્લોક કરાવી બચાવી લીધા હતા.
તપાસ દરમિયાન આરોપીઓના ૨૩ જેટલા ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેમાં રૂ. ૧૬ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખૂલ્યું છે. આરોપીઓ પોતાનું લોકેશન કંબોડિયાનું દર્શાવતા હતા, પરંતુ આ નેટવર્કના મુખ્ય સૂત્રધારની કડીઓ ચીન સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ, સુરત અને જામનગરમાં પણ આ ગેંગે લોકોને નિશાન બનાવ્યા હતા. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરના આ નેટવર્કને ઉઘાડું પાડવા માટે ગુજરાત સાયબર ક્રાઈમ દેશની અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદ લઈને આગળની તપાસ ચલાવી રહી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
