તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીમાં ડૂબી જતાં 11 વર્ષીય શેરૂ સાઉદનું કરુણ મોત
ફાયર બ્રિગેડની ટીમે તાપી નદીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો: મૂળ નેપાળના પરિવાર પર આ દુર્ઘટનાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીમાં ડૂબી જતાં 11 વર્ષીય શેરૂ સાઉદનું કરુણ મોત થયું છે. રમતા રમતા બાળક નદીમાં ડૂબી જતાં તે ગુમ થયો હતો, જેના બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તાપી નદીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ નેપાળના પરિવાર પર આ દુર્ઘટનાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
