<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

માંજલપુર પેટાચૂંટણીની મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ:ભાજપના ઉમેદવાર સતીષ પટેલ 19,368 મતની જંગી સરસાઈથી આગળ

ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલ (સતીષ પટેલ)ને કુલ 34,345 મતો મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 14,977 મતો પ્રાપ્ત થયા

વડોદરાની 145- માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાની સરસાઈ વધુ મજબૂત બનાવી છે. બારમા રાઉન્ડની મતગણતરી પૂરી થતાં સુધીમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલ (સતીષ પટેલ)ને કુલ 34,345 મતો મળ્યા છે, જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 14,977 મતો પ્રાપ્ત થયા છે. આ સાથે જ ભાજપના ઉમેદવાર સતીષ પટેલ પોતાના હરીફ ઉમેદવાર કરતાં કુલ 19,368 મતોની વિશાળ સરસાઈ મેળવીને પ્રચંડ લીડ સાથે આગળ ચાલી રહ્યા

(1:34 PM IST)