<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદના નારોલ વિસ્તારમાં શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ:બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ જવાને કારણે ગંભીર ઈજા પહોંચતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો છે. શાળાએથી અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહેલા આ બાળકે ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું હતું. લિફ્ટમાં ગળું ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

  અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. એક હસતા-રમતા બાળકનું આ રીતે અકાળે અવસાન થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

(12:33 AM IST)