<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સીએનજીમાં 1.50 રૂપિયા અને પીએનજીમાં 50 પૈસાનો ભાવ વધારો

સીએનજી 90.50 રૂપિયા અને પીએનજી 56.26 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા તહેવારોની મોસમમાં સામાન્ય જનતા પર બોજ વધારતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે આજથી જ અમલી બની ગયો છે. આ વધારાને કારણે વાહનચાલકો અને ઘરની રસોઈ પર સીધી અસર પડશે.

નવા આદેશ અનુસાર, સીએનજી (CNG) ની કિંમતમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ સીએનજી 89 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતો, જે હવે વધીને 90.50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો માટે આ ભાવવધારો ખિસ્સા પર ભારરૂપ સાબિત થશે.

માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ ઘર વપરાશના ગેસ ધારકોને પણ આ મોંઘવારીનો સામનો કરવો પડશે. ઘરેલુ પીએનજી (PNG) ના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પીએનજી 55.74 રૂપિયા પ્રતિ કિલો (સ્વરૂપે) ઉપલબ્ધ હતો, જે હવે વધીને 56.24 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. દિવાળી અગાઉ આવેલા આ ભાવવધારાથી મધ્યમ વર્ગના પરિવારનું બજેટ ગરબડાયું છે.

(10:25 PM IST)