News of Sunday, 5th July 2026
રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 15.26 ટકા જેટલો વરસાદ: સમગ્ર રાજ્યમાં NDRFની 9 અને SDRFની 25 ટીમો તૈનાત કરાઈ
સરદાર સરોવર ડેમ 64.23 ટકા ભરાઈ ગયો:રાજ્યના 206 જળાશયોમાં 36.61 ટકા પાણીનો સંગ્રહ : 5 ડેમ હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે.

અમદાવાદ :રાજ્યમાં હાલ ચોમાસું પોતાની પૂરી તાકાત સાથે જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સરેરાશ 18.13 મિમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 15.26 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
સૌથી વધુ વરસાદ અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં નોંધાયો છે. જેમાં રાજુલામાં 216 મિમી, ખાંભામાં 197 મિમી અને ઉનામાં 163 મિમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જળાશયોની સ્થિતિમાં સરદાર સરોવર ડેમ 64.23 ટકા ભરાઈ ગયો છે, જ્યારે અન્ય 206 જળાશયોમાં 36.61 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં 5 ડેમ હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે.
તંત્ર દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં NDRFની 9 અને SDRFની 25 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 9 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોમાં સાવચેતી રાખવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
