<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

સુરતમાં ધોરણ-12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ: શાંત જગ્યાએ વાત કરીએ એમ કહીને લઇ ગયો અને પીંખી નાખી

મોપેડ પર મોરાભાગળ બોટનિકલ ગાર્ડન પાછળની હોટલમાં લઈ ગયો:દુષ્કર્મ બાદ રિક્ષામાં બેસાડી ફરાર :પરિવારની ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસે શરીફ શેખની ધરપકડ કરી

સુરતમાં ધોરણ-12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મળવા માટે સગીરાને બોલાવ્યા બાદ યુવકે ‘શાંત જગ્યાએ વાત કરીએ’ તેમ કહી તેને મોપેડ પર બેસાડી હતી. ત્યારબાદ તે સગીરાને મોરાભાગળ વિસ્તારમાં આવેલા બોટનિકલ ગાર્ડન પાછળની એક હોટલમાં લઈ ગયો હતો.

 

આક્ષેપો મુજબ, હોટલમાં યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપીએ સગીરાને રાંદેરના રામનગર વિસ્તાર પાસે રિક્ષામાં બેસાડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ સગીરા ઘરે મોડી પહોંચતા પરિવારજનો દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી.

 

 

ઘરે મોડી પહોંચેલી સગીરાએ પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. દીકરીની આપવીતી સાંભળ્યા બાદ પરિવારજનો આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને પગલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

 

 

પોલીસે તપાસ હાથ ધરી આરોપી તરીકે શરીફ શેખ (ઉંમર 24 વર્ષ) ને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં સગીરાને મળવા બોલાવવાથી લઈને હોટલમાં લઈ જવા અને ત્યારબાદ રિક્ષામાં બેસાડીને ફરાર થવા સુધીની સમગ્ર ઘટનાની વિગતો સામે આવી છે. હાલ અઠવાલાઇન્સ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:45 PM IST)