<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ગણદેવી અને બીલીમોરામાંથી મળ્યા 17 મૃતદેહ :નવસારીમાં અતિભારે વરસાદ અને સર્જાયેલી પૂરની પરિસ્થિતિએ ભારે તબાહી મચાવી

પૂરની આ આપત્તિ દરમિયાન માત્ર ડૂબી જવાથી જ નહીં, પરંતુ વીજળીનો કરંટ લાગવાથી અને પૂરના પાણી સાથે આવેલા સાપ કરડવાથી પણ કેટલાક લોકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને ત્યારબાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિએ ભારે તબાહી મચાવી છે. જો કે પૂરના પાણી ઓસર્યા બાદ સામે આવેલી વિગતો અત્યંત હ્રદયદ્રાવક છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પૂરમાં ડૂબી જવાથી તેમજ અન્ય આફતોના કારણે મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે.

 

મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ મથક વિસ્તારમાંથી 8 લોકોના લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાંથી 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આમ, માત્ર આ બે વિસ્તારોમાંથી જ કુલ 17 જેટલા મૃતદેહો મળી આવતા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

 

મહત્વનું છે કે પૂરની આ આપત્તિ દરમિયાન માત્ર ડૂબી જવાથી જ નહીં, પરંતુ વીજળીનો કરંટ લાગવાથી અને પૂરના પાણી સાથે આવેલા સાપ કરડવાથી પણ કેટલાક લોકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે. કુદરતી આફતના આ તાંડવ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં હાલ પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

(2:15 PM IST)