<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

એશિયાના ૨૯ અને ૨ કોમનવેલ્‍થ દેશના ૧૭૮ એથ્‍લીટો ગુજરાતના મહેમાન બન્‍યા

અમરેલીઃ તા.ર૦, સૌ પ્રથમવાર એશિયાના ૨૯ અને ૨ કોમનવેલ્‍થના દેશના કુલ ૧૭૮ એથ્‍લીટો તેમજ ૪૦ ઓફીસીયલો  ગાંધીનગર ખાતે મહાત્‍મા મંદિર ખાતે સ્‍પર્ધા ચાલી રહેલ છે ત્‍યારે   વડાપ્રધાનનું ઓલમ્‍પિક રમતો ભારતમાં રમાડવાનું સ્‍વપ્‍ના સાકાર થઈ રહયું છે તેમ લાગે છે. અત્‍યાર સુધીમાં ભારતના કોમલ કોહારે બ્રોન્‍ચ અને જ્ઞાનેશ્વરીએ સિલવર મેડલ મેળવીયા છે. ગાંધીનગર મહાત્‍મા મંદિર ખાતે રમાઈ રહેલ ૨૦૨૬ની એશીયન વેઈટલીફટીંગ ચેમ્‍પિયનશીપમાં વેઈટલીફટીંગ એસોસીએશન અમરેલીના સેક્રેટરી આઈ.પી. બારડ તથા કારોબારી સભ્‍ય ધર્મેશ પરમારે હાજર રહી ઈન્‍ટર નેશનલ વેઈટલીફટીગના ઈજિપ્તના ડૉ. એહમદ અવાદ સાથે વેઈટલીફટીંગના રુલ્‍સ રેગ્‍યુલેશન અને સ્‍કીલ બાબતની ટ્રેઈનીગ મેળવેલ. આ ચેમ્‍પીયનશીપ સફળતા માટે ઈન્‍ડીય વેઈટલીફટીંગ ફેડરેશનનાં એકઝી ુકેટીવ કમીટીના મેમ્‍બર તથા ગુજરાતના સેક્રેટરી ડૉ. મયુરભાઈ પટેલ, ગુજરાત વેઈટલીફટીંગ એસોસીએશનના પ્રેસીડન્‍ટ આર.વી.શેલાર સ્‍પર્ધાને સફળ બનાવવા સતત કાર્ય કરી રહેલ છે. તેમ અમરેલી વેઈટલીફટીંગ એસોસીએશનનાં -મુખ મુકુંદભાઈ મહેતાની યાદી જણાવે છે

(1:19 PM IST)