તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
સુરતના કતારગામ વિસ્તારમાં ચિંતામણી એપાર્ટમેન્ટમાં સીડીનો સ્લેબ અચાનક ધરાશાયી થતા 19 વર્ષીય યુવકનું કરૂણમોત
મૃતક રત્ન કલાકાર દંપતીનો એકનો એક પુત્ર: સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો કે મકાન જર્જરિત હોવા છતાં રહેવાસીઓને કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ચિંતામણી એપાર્ટમેન્ટમાં સીડીનો સ્લેબ અચાનક તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક રત્ન કલાકાર દંપતીનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મકાન જર્જરિત હોવા છતાં રહેવાસીઓને કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ બનાવી 28 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અશક્ત લોકોને ખાટલા મારફતે બહાર લાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે ફસાયેલા તમામ 28 લોકોનો સફળતાપૂર્વક બચાવ થયો હતો.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
