તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
વડોદરામાં તહેવારો દરમિયાન લેવાયેલા ખાદ્ય પદાર્થોના 19 નમૂના નાપાસ
દશેરાના તહેવાર નિમિત્તે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનાં પરિણામો હજુ આવવાનાં બાકી:આ પરિણામો આવ્યા બાદ વધુ કાર્યવાહી થવાની શક્યતા

વડોદરામાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે લેવામાં આવેલા નમૂનાઓમાંથી 19 નમૂના નાપાસ થયા છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણમાં તે સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. જેમાં અનાયા નેચરલ ઓઇલ અને તાજ ડેરીના ઘીના નમૂનાઓનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત શ્રી રામ દુગ્ધાલય અને અખર ડેરી ફાર્મના ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ખાદ્ય પદાર્થોના નમૂનાઓ નાપાસ થતાં મનપાના આરોગ્ય વિભાગે સંબંધિત મામલે કાર્યવાહી શરૂ કરી છે. તહેવારો દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, દશેરાના તહેવાર નિમિત્તે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનાં પરિણામો હજુ આવવાનાં બાકી છે. આ પરિણામો આવ્યા બાદ વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
