હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 :13 દેશો અને 400 થી વધુ ખેલાડીઓ 62 મેચોમાં ભાગ લેશે
9 દિવસ દરમિયાન પુરુષો અને મહિલાઓની કબડ્ડી સ્પર્ધામાં 13 દેશો ભાગ લેશે. 23 ટીમો અને 400 થી વધુ ખેલાડીઓ રમશે

અમદાવાદ: 23 થી 31 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 યોજાશે. 9 દિવસ દરમિયાન પુરુષો અને મહિલાઓની કબડ્ડી સ્પર્ધામાં 13 દેશો ભાગ લેશે.
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI) દ્વારા આયોજિત અને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની મંજૂરી સાથે, આ ચેમ્પિયનશિપમાં 23 ટીમો અને 400 થી વધુ ખેલાડીઓ 62 મેચોમાં સ્પર્ધા કરશે.જેમાં 39 પુરુષોની અને 23 મહિલાઓની મેચોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં બંને કેટેગરીમાં પ્રથમ વખત કોમનવેલ્થ ચેમ્પિયન્સનો તાજ પહેરાવવામાં આવશે. બુધવારે યોજાયેલી કર્ટન-રેઝર પ્રેસ કોન્ફરન્સમાં ઔપચારિક રીતે ચેમ્પિયનશિપની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં સત્તાવાર જર્સી, ટીમના કેપ્ટન, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભારતીય પુરુષ ટીમની કેપ્ટનશીપ સુરજીત સિંહ કરશે, જ્યારે નવીન કુમાર વાઇસ-કેપ્ટન રહેશે. મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઇસ-કેપ્ટન તરીકે ફરજ બજાવશે. ભાગ લેનારા દેશોમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઇજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. બંને કેટેગરીની સેમિફાઇનલ 30 ઓક્ટોબરે યોજાશે, ત્યારબાદ 31 ઓક્ટોબરે ફાઇનલ રમાશે.
આ પ્રથમ ચેમ્પિયનશિપથી કબડ્ડીના આંતરરાષ્ટ્રીય વિકાસને નવો વેગ મળવાની અને કોમનવેલ્થ ગેમ્સમાં તેના સંભવિત સમાવેશ માટે આ રમતનો પક્ષ મજબૂત બનવાની અપેક્ષા છે. અમદાવાદ 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે આ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવાની શહેરની ક્ષમતા દર્શાવવાની અને વૈશ્વિક સ્તરે કબડ્ડીનો પરિચય કરાવવાની તક પણ પૂરી પાડે છે. આ ચેમ્પિયનશિપ “One Breath. One Raid. One Commonwealth” થીમ હેઠળ યોજાશે. પ્રેક્ષકો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિનામૂલ્યે મેચ જોઈ શકશે, જેના માટે Thumpn દ્વારા અગાઉથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
