તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Sunday, 24th May 2026
અમદાવાદમા આંગડિયા કર્મચારીનો વેશ ધારણ કરી ગુજરાત-મુંબઈના વેપારીઓ સાથે રૂ.2 કરોડની ઠગાઈ આચરનારી કચ્છની ગેંગ ઝડપાઈ, મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: કચ્છના મુંદ્રાની ટોળકીએ નકલી આઈકાર્ડ અને રસીદો બનાવી અંગડિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી વેપારીઓ પાસેથી રોકડ અને સોનું-ચાંદી ઉઘરાવી ફરાર થતી હતી, 2 કરોડથી વધુની ઠગાઈનો પર્દાફાશ

*અમદાવાદ: અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપીને ગુજરાત અને મુંબઈના વેપારીઓ સાથે રૂ.2 કરોડથી વધુની ઠગાઈ આચરનારી કચ્છની કુખ્યાત ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કચ્છના મુંદ્રા વિસ્તારની આ ટોળકી આંગડિયા પેઢીના કર્મચારીઓ જેવો પોશાક પહેરીને નકલી આઈકાર્ડ અને રસીદો બનાવતી હતી. આરોપીઓ અલગ-અલગ વેપારીઓને ત્યાં જઈને પોતાને જાણીતી અંગડિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખાવીને રોકડ રકમ, સોનું-ચાંદી અને કિંમતી પાર્સલ લઈ જતા હતા. માલ લઈ ગયા બાદ આરોપીઓ ફરાર થઈ જતા અને વેપારીઓ સાથે સંપર્ક તોડી નાખતા હતા.
અમદાવાદના એક વેપારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુજરાત અને મુંબઈના અનેક વેપારીઓ સાથે કુલ રૂ.2 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી નકલી આઈકાર્ડ, રબર સ્ટેમ્પ, રસીદ બુક અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદ, સુરત, રાજકોટ અને મુંબઈમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે પૂછપરછ ચાલુ છે.
ક્રાઈમ બ્રાન્ચે વેપારીઓને અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આંગડિયા પેઢીના કર્મચારી તરીકે માલ સોંપતા પહેલા તેનું આઈકાર્ડ અને પેઢી ખાતે ફોન કરીને ખરાઈ કરી લેવી.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
