<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવાનોના મોત

એક જ વિસ્તારના બે પરિચિત યુવાનોના આ રીતે અકાળે મોત થતાં સમગ્ર રાંદેર કિનારા સ્ટ્રીટ પંથકમાં અરેરાટી

સુરતના રાંદેર વિસ્તારમાં વીજળી પડતા બે યુવકોના મોત થયા છે. બને વ્યક્તિ રાંદેર કિનારા સ્ટ્રીટ વિસ્તારના રહેવાસી હતા. વીજળી પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બન્ને મૃત જાહેર કર્યા હતા.

એક જ વિસ્તારના બે પરિચિત યુવાનોના આ રીતે અકાળે મોત થતાં સમગ્ર રાંદેર કિનારા સ્ટ્રીટ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

(6:39 PM IST)