હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જન ઔષધિ કેન્દ્રમાંથી સરકારી દવાખાના માટે ૨૦ ટકા જેનેરિક દવા જ ખરીદી શકાશે
નાગરિકોને જેનેરિક દવા માટે સરકારની ઝુંબેશથી વિપરીત સ્થિતિ

અમદાવાદ તા.૨૫: એક્તરફ નાગરિકોને વાજબી ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સતત ઝુંબેશ ચલાવે છે ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં આવી જેનેરિક દવાઓની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રમાંથી ખરીદી મર્યાદિત પરિસ્થિતિમાં જ કરવાની રહેશે તેવી સૂચના જારી કરી છે. એટલું જ નહીં અનિવાર્ય યાદીમાં સમાવિષ્ટ દવાઓની કુલ વાર્ષિક જરૂરિયાતમાંથી ૨૦ ટકા સુધીની જેનેરિક દવાની ખરીદી જ જન ઔષધિ કેન્દ્રોમાંથી કરી શકાશે તેવું ફરમાન જારી કર્યું છે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)નો ઉદેશ ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ વાજબી કિમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજો, હોસ્પિટલો અને જિલ્લા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો દ્વારા દવાઓની ખરીદી સંબંપિત પ્રક્રિયાનું કડક પાલન કરવા તાજેતરમાં આદેશ આપ્યો છે. જેમાં જણાવાયું છે કે સરકારી હોસ્પિટલોએ ઔષધિ કેન્દ્રમાંથી દવાઓની ખરીદી માત્ર મર્યાદિત પરિસ્થિતિમાં અને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડની અનિવાર્ય દવાની યાદીમાં સમાવિષ્ટ જેનરિક દવાના વાર્ષિક જરૂરિયાતમાંથી ૨૦ ટકા સુધી ખરીદી કરાશે
GMSCL જથ્થો પૂરો પાડી શકે તેવી સ્થિતિમાં ન હોય તો જ ખરીદી સરકારી તબીબી સંસ્થાઓ-દવાખાના પીએમબીજે કેન્દ્રમાંથી દવાની ખરીદી ત્યારે જ કરી શકશે જ્યારે જીએમએસસીએલ આવી દવા પૂરી પાડવા માટે અસમર્થ હોય, મેડિકલ સર્વિસ કોર્પોરેશનમાં સંબંધિત વા માટે રેટ કંટ્રોલ ઉપલબ્ધ ન હોય અથવા ઉપલબ્ધ હોય છતાં કોર્પોરેશન તે દવા પૂરી પાડી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે જ ખરીદી કરી શકાશે. તેમાં પણ સરકારી તબીબી સંસ્થાઓ પીએમબીજે કેન્દ્રમાંથી આયાતી દવાઓ, બ્રાન્ડેડ દવા અથવા બ્રાન્ડેડ ઇસેન્સીયલ ડ્રગ લિસ્ટની દવાઓ ખરીદી શકશે નહીં. અગાઉના વર્ષના દવાના વપરાશનો આધાર લઇ કોઇપણ એક દવાની ખરીદી ૨૦ ટકા સુધી કરી શકાશે અને કેન્દ્રમાંથી મહત્તમ બે મહિનાની દવાની જરૂરિયાત જેટલી ખરીદી, જો કોર્પોરેશન દ્વારા તે જ દવા માટે ટેન્ડર બહાર પાડયું તો કરી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
