તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
2019 ના વર્ષ માં નર્મદા વહીવટી તંત્ર ફાયર સેફ્ટી બાબતે જાગ્યું હતું, પરંતુ 6 વર્ષે પણ ખાસ કોઈ સુધારો નથી
:2019માં નર્મદા જિલ્લામાં ફાયર સેફટીની સુવિધા ચકાસવા જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ટ્યુશન સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: 2019 ના વર્ષમાં સુરતમાં થયેલ આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતના ટ્યુશન ક્લાસિસમા તપાસ થઇ હતી ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટરે પણ ફાયર સેફટી માટેની તપાસના આદેશ આપ્યા હતા, સાથે નગરપાલિકાની ટીમે રાજપીપળાના ટ્યુશન ક્લાસિસ માં ચેકીંગ કરી ફાયર સેફટી છે કે કેમ એ જોતા મોટાભાગના ટ્યુશન ક્લાસિસ માં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. જોકે રાજપીપળામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસ માં કોઈ પાસે સેફ્ટી અંગેની એનઓસી ન હતી કે કોઈ નિયમ નું પાલન થયું નહી હતું તેમજ શિક્ષણ વિભાગમાં કોઈ નોંધણી પણ ન હતી જેથી તમામ ટ્યુશન ક્લાસ જ્યાં સુધી વિવિધ સરકારી મંજૂરી નામેળવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો હતો.
જિલ્લા કલેક્ટર ની સૂચના બાદ સિવિલ હોસ્પિટલની સાથે રાજપીપળા સહીત તમામ જિલ્લામાં ચેકીંગ હાથ ધરાયુ, જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં પણ કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા મળી ન હતી. રાજપીપળાના એક પણ ટ્યુશન ક્લાસીસમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી કે આવવા જવાનો અલાયદો રસ્તો પણ હોય તેવું જોવા મળ્યું ન હતું શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ત્રણ માળી બિલ્ડીંગ જોકે બંધ હતી પરંતુ ત્યાં પણ માત્ર જવાનો અને આવવાનો એક જ માર્ગ હતો અને અન્ય કોઈ પણ સુવિધા હતી નહીં અન્ય ક્લાસીસમાં કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ ભણતા નજરે પડ્યા હતા ત્યાં પણ કોઈ પણ જાતની ફાયરની સુવિધા ન હતી. આમ રાજપીપળાના તમામ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર ગણાય, માટે તે સમયે તમામને પાલિકાએ નોટિસ આપી હતી કે તાત્કાલિક ટ્યુશનમાં ફાયર સેફટી કીટ અને જરૂરી હવા ઉજાસ વાળો ક્લાસ, સાથે ટ્યુશન ક્લાસની જગ્યા અને સ્થાનિકોનો કોઈ વાંધો નથી જે તમામ બાબતોના પુરાવા સાથે NOC મેળવી વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર્શાવવી સહિતની માહિતી માંગી હતી. શિક્ષણ વિભાગ કે પાલિકાની કોઈ ટ્યુશન સંચાલકે પરવાનગી મેળવી નથી. માટે તમામ ટ્યુશન ક્લાસીસો પર તંત્રે તવાઈ બોલાવી હતી.
જોકે નગરપાલિકા એ તમામ એકમો ને કડક સૂચના આપવા છતાં આજે 6 વર્ષે પણ ખાસ કોઈ કામગીરી કરાઈ હોય તેવું જણાતું નથી તંત્ર ઉપર થી પરિપત્ર આવ્યા બાદ ચેકીંગ કરી કડક સૂચના તો આપે છે પરંતુ ત્યારબાદ જ્યાં જ્યાં ફાયર સેફ્ટી ના નિયમો નું પાલન નથી થયું તેવા એકમો માં બીજી વાર ચેકીંગ નહીં કરતા હાલ 6 વર્ષે પણ ખાસ કોઈ સુધારો જણાતો નથી તેવામાં જો સુરત જેવી મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ..? જિલ્લા કલેક્ટર આ માટે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
