તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
પ્રાથમિક શાળામાં ૫ નવેમ્બરથી ૨૫ સુધી ૨૧ દિવસનું વેકેશનઃ ૨૬મીથી બીજું સત્ર
પ્રાથમિક સ્કૂલો ઉપરાંત, અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો અને પીટીસી કોલેજોમાં પણ વેકેશન જાહેર

અમદાવાદ તા.૨૮: રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી છે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર મોકલીને આદેશો જારી કરવામાં આવ્યા છે. જે અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમાં નક્કી થયા મુજબ, ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી કુલ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે. દિવાળીના તહેવારોની ઉજવણી બાદ ૨૬ નવેમ્બરથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાશે. સામાન્ય રીતે રાજ્યની શાળાઓમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર મુજબ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવતું હોય છે. આ વર્ષે પણ બંને શાળાઓ વચ્ચે તાલમેલ જળવાઈ રહે તે હેતુસર ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે, જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વેકેશનની તારીખો એકસરખી જ રહે અને વાલીઓને પણ સગવડ રહે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ પત્રની જાણ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ તાબા હેઠળની તમામ શાળાઓને અનિવાર્યપણે કરવાની રહેશે. આ સાથે જ, તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફઘ્વ્ચ્ના ધોરણો અને નિયમો મુજબ નિયત કાર્ય દિવસો પૂરા કરવાના હોવાથી, ૧૯ નવેમ્બરથી તેમનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરાશે
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
