તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
સુરતમાં ઓડિશાથી ટ્રેનમાં લવાયેલો 21 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો :એક મહિલા સહીત ત્રણની ધરપકડ
એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 21 કિલો ગાંજો, મોબાઈલ ફોન અને અન્ય રોકડ રકમ સહિત કુલ રૂ. 10,71,950નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે એસઓજી પોલીસે સુરત શહેરમાંથી 21 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે પુરુષ અને એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા ગાંજાના આ જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 10,52,000 જેટલી થવા જાય છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કને લઈને એક મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન મારફતે સુરત લાવ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્રેનની મુસાફરી દરમિયાન પોલીસની નજરમાંથી બચવા માટે આરોપીઓએ મહિલાને પણ પોતાની સાથે રાખી હતી, જેથી કોઈને શંકા ન જાય. જોકે, સુરત પોલીસની સચોટ બાતમી આગળ પેડલરોની આ ચાલ નિષ્ફળ સાબિત થઈ હતી.
એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 21 કિલો ગાંજો, મોબાઈલ ફોન અને અન્ય રોકડ રકમ સહિત કુલ રૂ. 10,71,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ સુરતમાં લાંબા સમયથી સક્રિય હતી કે, પછી આ પહેલી ખેપ હતી તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
