તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ગેસ બિલ, ટ્રાફિક મેમો અને ફેસબુક રીલના બહાને ત્રણ લોકોના ૨૧.૮૮ લાખ સાફ
અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંકઃવાસણા, નારણપુરા, ઘાટલોડિયાના નાગરિકો સાથે ઠગાઈ

અમદાવાદ :: શહેરમાં અજાણી લિંક, સોશિયલ મીડિયા અને બનાવટી APK ફાઇલ મોકલી મોબાઇલ ફોનનો એક્સેસ મેળવી બેન્ક ખાતાં સાફ કરી જતી સાયબર ગઠિયાઓની ટોળકી સક્રિય થઈ છે. આ શાતિર ટોળકીએ વાસણા, નારણપુરા અને ઘાટલોડિયા વિસ્તારના ત્રણ નાગરિકોને પોતાના શિકાર બનાવી કુલ ૨૧.૮૯ લાખ રૃપિયાની માતબર રકમની છેતરપિંડી આચરી છે.
વાસણાના વેપારીને ગેસ બિલ અપડેટના બહાને સંપર્ક કરી ફોનનો એક્સેસ મેળવી ૧૦.૧૨ લાખ રૃપિયા ઉપાડી લીધા હતા. જ્યારે નારણપુરાની મહિલાને ટ્રાફિક ચલણ અને ગેસ બિલના નામે ઝાળમાં ફસાવી ૫.૦૨ લાખ રૃપિયા તથા ઘાટલોડિયાના આધેડના ફોનમાં ફેસબુક રીલ જોતી વખતે અજાણી ફાઇલ ડાઉનલોડ કરાવી ફોનપેમાં 'AutoPay' ઓન કરી ૬.૭૪ લાખ રૃપિયા ઉપાડી લીધા હતા. ત્રણેય ભોગ બનનારાઓએ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર જાણ કર્યા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
વાસણા જીવરાજ મહેતા હોસ્પિટલ સામે સારંસ એમ્બિયન્સમાં રહેતા અને મહાવીર કોર્પોરેશન નામે મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા જિગ્નેશ શાહ ગત આઠમી સપ્ટેમ્બરના રોજ બપોરે ઘરે હાજર હતા. તે વખતે તેના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં પ્રોફાઇલ પિક્ચરમાં ગેસ કંપનીનો લોગો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં અગાઉનું બિલ બાકી હોવાથી રાત્રે કનેક્શન કપાઈ જવાની નોટિસ આપી એમ.બી. સિંઘ નામના અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું હતું.
જિગ્નેશભાઈએ ગુગલ પે મારફતે ૧૮૫૧ રૃપિયાનું બિલ ભરી સામેવાળા નંબર પર જાણ કરી હતી
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
