<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગણપત યુનિવર્સિટીના આંગણે ઉત્‍સાહભેર ઉજવાયો ૨૧મો સ્‍થાપના-દિવસ

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટીના આંગણે ૨૧મો સ્‍થાપના દિવસ ભારે રંગેચંગે અને ઉત્‍સાહપૂર્વક રીતે ઉજવાયો હતો. બરાબર ૨૦ વર્ષ પહેલાંના ૨૦૦૫ના વર્ષની ૧૨મી એપ્રિલે ગુજરાત વિધાનસભામાં ગણપત યુનિવર્સિટી માટેનો ખાસ ખરડો પસાર થયો અને ગુજરાત સરકાર દ્વારા આ સંસ્‍થાને યુનિવર્સિટી તરીકેનો દરજ્‍જો પ્રાપ્ત થયો, ત્‍યારબાદ કેન્‍દ્ર સરકારની શૈક્ષણિક સંસ્‍થા યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન એટલે કે યુ.જી.સી દ્વારા પણ તેના અધિનિયમ એફ-૨ હેઠળ માન્‍યતા પ્રાપ્ત થઈ જે કોઈપણ યુનિવર્સિટી માટે એક કાનૂની જરૂરિયાત હોય છે. - તે દિવસથી પ્રારંભી આજ સુધીમાં ગણપત યુનિવર્સિટીએ તેનાવિદ્યા દ્વારા સમાજના ઉત્‍કર્ષના હેતુ મુજબ એક પછી એક સિદ્ધિ પ્રાપ્ત કરતા જઈ આજે નાકનું એ ગ્રેડનું એક્રેડિટેશન તેમજ ગુજરાત સરકારના ફાઇવસ્‍ટાર રેન્‍કિંગ સહિત અનેક માન અકરામ પામીન શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરી હોવાનું સંસ્‍થાની અખબારી યાદીમાં જણાવાયું છે. માત્ર મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ અને ચાર પાંચ કોલેજો સાથે પ્રારંભથી પામેલી આ સંસ્‍થા આજે ૨૦થી વધારે કોલેજો અને વીસેક હજાર જેટલાં વિદ્યાર્થીઓ માટે તેની વિવિધ વિદ્યાશાખાઓ દ્વારા ૧૦૦ થી પણ વધારે અભ્‍યાસક્રમો ભણાવે છે. યુનિવર્સિટીનું હરિયાળું પરિસર ચાલીસ હજારથી વધુ વૃક્ષોથી આચ્‍છાદિત છે તો અનેક સેન્‍ટર ઓફ એકસેલેન્‍સ દ્વારા વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીનો પણ અભ્‍યાસ કરી રહ્યા છે. કેમ્‍પસમાં હજારો વિદ્યાર્થીઓને સમાવતી હોસ્‍ટેલો છે તો પોતાની હોસ્‍પિટલ, વ્‍યાયામ માટે આધુનિક જીમ ઇન્‍ટરનેશનલ કક્ષાનો સ્‍વીમિંગ પુલ, મહેસાણા જિલ્‍લાનું કૃષી વિજ્ઞાન કેન્‍દ્ર, રમતના મેદાનો, શોપિંગ સેન્‍ટર, અમદાવાદ, ગાંધીનગર અને સમગ્ર ઉત્તર ગુજરાતને સાંકળતી બસ સેવાઓ , બે બેંક અને એક પોસ્‍ટ ઓફિસ જેવી તમામ સુવિધાઓ પણ ધરાવે છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ) 

(10:45 AM IST)