<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર 24 કલાક બાદ કાબૂ મેળવી લેવાયો

ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન: માર્કેટની દીવાલો અને ટેરેસની દીવાલો જર્જરિત થઈ:ટેરેસની દીવાલોમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે:હાલ 8 ફાયર ગાડીઓ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર 24 કલાક બાદ કાબૂ મેળવવામાં આવ્યો છે. આગની ઘટનાને પગલે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. માર્કેટની દીવાલો અને ટેરેસની દીવાલો જર્જરિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટેરેસની દીવાલોમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ હાલ 8 ફાયર ગાડીઓ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ફાયર વિભાગની ટીમે શટરો તોડી દુકાનોની અંદર જઈ કામગીરી કરી હતી. તપાસ દરમિયાન ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત ન હોવાનું સામે આવતા માર્કેટનું ફાયર NOC રદ કરવામાં આવ્યું છે. તેમજ ફાયર NOC રિન્યૂ કરનારી એજન્સી સામે પણ રિપોર્ટ કરવામાં આવશે. ઈમારતનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:34 AM IST)