<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સાગબારામાં ૨.૫ ઇંચ વરસાદ ખાબકતા પાણી... પાણી ડાંગના સુબીરમાં ૨ ઇંચ વરસાદ

આજે સવાર ૬ વાગ્‍યા થી ૧૨ વાગ્‍યા સુધીમાં

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપીઃ આજે સવારથી મેઘરાજા રાજ્‍યના કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં આજે સવાર થી બપોરના ૧૨ વાગ્‍યા સુધી માં સાગબારામાં ૨.૫ ઇંચ જેટલો અને ડાંગ પંથકમાં ૨ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવાર થી બપોરના ૧૨ સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડાને જોઈએ તો  સાગબારા તાલુકામાં સૌથી વધુ ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. ત્‍યારબાદ સુબીર તાલુકામાં ૫૪ મી.મી. અને ડાંગ જિલ્‍લામાં ૪૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. વઘઈ તાલુકામાં ૨૦ મી.મી., ઉચ્‍છલ તાલુકામાં ૧૪ મી.મી. અને સોનગઢ તાલુકામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. ચીખલી અને નિઝર તાલુકામાં ૫-૫ મી.મી. જ્‍યારે કુકરમુંડા તાલુકામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.

 

(3:46 PM IST)