<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

વડોદરામાં ૨.૫ ઇંચ વરસાદઃ જળબંબાકાર, ઠેરઠેર પાણી ભરાયા

વડોદરાઃ શહેરમાં વહેલી સવારે છ વાગ્‍યાથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ૨.૫ ઇંચ વરસાદમાં થોડા જ સમયમાં શહેરના અનેક વિસ્‍તારોમાં રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યું હતું. ખાસ કરીને નીચાણવાળા વિસ્‍તારોમાં ગોઠણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

વાઘોડિયા રોડ, રાવપુરા રોડ, ચાર દરવાજા વિસ્‍તાર અને આજવા રોડ સહિતના વિસ્‍તારોમાં માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો હતો. સવારના સમયે કામ-ધંધે જવા નીકળેલા લોકો પાણીમાંથી વાહનો પસાર કરવા મજબૂર બન્‍યા હતા. અનેક સ્‍થળોએ વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોએ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી હતી.

વડોદરાને સ્‍માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો વચ્‍ચે શહેરના કેટલાક વિસ્‍તારોમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્‍યા હજુ પણ યથાવત્‌ છે. વરસાદ પડતાં જ ચોક્કસ સ્‍થળોએ પાણી ભરાઈ જવાની સ્‍થિતિ સર્જાય છે. યોગ્‍ય આયોજન અને કાયમી ઉકેલના અભાવે દર વર્ષે ચોમાસામાં શહેરીજનોને આ સમસ્‍યાનો સામનો કરવો પડે છે.

(3:40 PM IST)