તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
સાબરકાંઠાના તલોદની ભોલેનાથ ડેરીમાં 2548 કિલો ભેળસેળયુક્ત માવો સિઝ : ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરાયુ
અત્યંત ગંદકીવાળા વાતાવરણમાં માવો બનાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો

ગુજરાતમાં નકલી અને અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે સાબરકાંઠાના તલોદમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર ફૂડ વિભાગે રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન અત્યંત ગંદકીવાળા વાતાવરણમાં માવો બનાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તંત્રએ ફેક્ટરીમાંથી 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો સિઝ કર્યો છે, જેમાંથી 550 કિલો જેટલો અખાદ્ય માવો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. કાયદાકીય ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા ભોલેનાથ ડેરીનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયું છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
