<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

૨૬થી ૫૦ વર્ષ જૂના સરકારી રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરાશે

ડિજિટલ ગુજરાતઃ ૧.૭૨ કરોડથી વધુ પાનાં સ્‍કેન કરવાની તૈયારી, ૬ મહિનામાં કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક કર્મચારીની નિમણૂકથી લઈને બદલી, બઢતી, પગાર ધોરણ, રજા, સેવા સંબંધિત નોંધો અને નિવૃત્તિ સુધીના મહત્ત્વના રેકોર્ડને ડિજિટલ માધ્‍યમથી સચવાશે

અમદાવાદ,તા.૧૯: ગુજરાત સરકારના સચિવાલયમાં વર્ષોથી ફાઇલોમાં સચવાયેલા જૂના સરકારી દસ્‍તાવેજોને હવે ડિજિટલ સ્‍વરૂપ આપવાની દિશામાં મહત્‍વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા અંદાજે ૧.૭૨ કરોડથી વધુ પાનાંનું સ્‍કેનિગ અને ડિજિટાઈઝેશન કરાવવાની

યોજના તૈયાર કરવામાં આવી છે. આ કામગીરીથી દાયકાઓ જૂના સરકારી રેકોર્ડને ડિજિટલ સ્‍વરૂપમાં સાચવી રાખવા અને ભવિષ્‍યમાં તેની જરૂર પડે ત્‍યારે સરળતાથી ઉપલબ્‍ધ કરાવવાનો માર્ગ મોકળો થશે. ગુજરાત સરકારના કર્મચારીઓની નોકરીનો સમગ્ર ઈતિહાસ પણ હવે કાગળની સર્વિસ બુકમાંથી ડિજિટલ રેકોર્ડમાં રૂપાંતરિત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્‍યના સામાન્‍ય વહીવટ વિભાગે, સરકારી કર્મચારીઓની સર્વિસ બુક સ્‍કેન કરીને હ્યુમન રિસોર્સ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ (HRMS)માં ડિજિટલ સ્‍વરૂપે ઉપલબ્‍ધ કરાવવા એજન્‍સીની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીની નિમણૂકથી લઈને બદલી, બઢતી, પગારપોરણ, રજાઓ, સેવા સંબંધિત નોંધો અને નિવૃત્તિ સુધીના મહત્ત્વના રેકોર્ડને ડિજિટલ માધ્‍યમથી સાચવવા અને શોધવાનું સરળ બની શકે છે. આ કામગીરીનું સૌથી મહત્ત્વનું પાસું તેનું કદ છે. સરકારી દસ્‍તાવેજ મુજબ, કુલ ૧,૭૨,૮૯,૨૪૦ પાનાંનું સ્‍કેનિગ અને ડિજિટાઈઝેશન કરવાનું છે એટલે કે, લગભગ ૧.૭૩ કરોડ પાનાંના જૂના દસ્‍તાવેજોને ડિજિટલ રેકોર્ડમાં ફેરવવાનું આયોજન છે.

આ દસ્‍તાવેજોમાં ૨૬થી ૫૦ વર્ષ જૂના રેકોર્ડનો પણ સમાવેશ થાય છે. આથી આ કામગીરી માત્ર હાલના કર્મચારીઓની ફાઈલોને કમ્‍પ્‍યુટરમાં સાચવવા પૂરતી નથી પરંતુ લાંબા સમયથી કચેરીઓમાં જળવાયેલા જૂના સેવા રેકોર્ડને પણ ડિજિટલ સ્‍વરૂપે ઉપલબ્‍ધ કરાવવાનો પ્રયાસ છે. તેની ટેકનિકલ શરતો મુજબ દસ્‍તાવેજોનું ૪૦૦ DPI રિઝોલ્‍યુશન પર સ્‍કેનિગ કરવાનું રહેશે એટલે કે, મૂળ દસ્‍તાવેજની વિગતો સ્‍પષ્ટ રીતે વાંચી શકાય તે માટે ઊંચી ગુણવત્તાવાળી ડિજિટલ નકલ તૈયાર કરવાની રહેશે.

દરરોજ આશરે એક લાખથી વધુ પાનાં સ્‍કેન કરવાની ક્ષમતા પણ નિર્ધારિત કરવામાં આવી છે. સ્‍કેન થયેલા દરેક પાનાં સાથે જરૂરી માહિતી અને ઓળખની વિગતો જોડવાની રહેશે. જેથી ભવિષ્‍યમાં માત્ર કર્મચારીનું નામ કે સંબંધિત વિગતોના આધારે દસ્‍તાવેજ શોષી શકાય. આ પ્રક્રિયાથી વહીવટી કામગીરીમાં ગતિશીલતા આવશે.

દસ્‍તાવેજો ખોવાશે નહીં કે ખરાબ નહીં થાય

આ વિગતો ડિજિટલ સ્‍વરૂપે ઉપલબ્‍ધ હોય તો રેકોર્ડ શોધવાની પ્રક્રિયા સરળ બની શકે અને દસ્‍તાવેજ ખોવાઈ જવા કે ખરાબ થવાની શક્‍યતા પણ ઘટી શકે છે. જોકે આ માટે માત્ર સ્‍કેનિગ પૂરતું નહીં રહે, દસ્‍તાવેજોનું યોગ્‍ય વર્ગીકરણ, વિગતોની ખરાઈ અને ણ્‍ય્‍શ્‍લ્‍ સાથે તેનું સુચારુ જોડાણ પણ એટલું જ જરૂરી બનશે. રોજ એક લાખથી વધુ પાનાંનું સ્‍કેનિગ કરવાની તૈયારી

સામાન્‍ય વહીવટ વિભાગે છ મહિનાની કરાર-મુદત દર્શાવી છે

આ યોજનામાં સામાન્‍ય વહીવટ વિભાગે છ મહિનાની કરારમુદત દર્શાવી છે. હાલ આ કામગીરી એજન્‍સીની પસંદગીના તબક્કે છે. સરકારી કર્મચારીઓની સેવા સંબંધિત માહિતીનું ડિજિટાઇઝેશન થવાથી વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવવાની સાથે દસ્‍તાવેજોની જાળવણી અને જવાબદારી નક્કી કરવામાં પણ મદદ મળી શકે છે. જોકે આ માટે કર્મચારીના વ્‍યક્‍તિગત રેકોર્ડની સુરક્ષા, માહિતીમાં સુધારા કરવાની અધિકૃત પ્રક્રિયા અને કોણ કઈ વિગતો જોઈ શકશે તેવા મુદ્દાઓ પણ મહત્ત્વના રહેશે. એકંદરે, ગુજરાત સરકારના વહીવટમાં કાગળ આધારિત સેવા રેકોર્ડમાંથી ડિજિટલ સેવા રેકોર્ડ તરફનું આ પગલું કર્મચારીઓની સેવા સંબંધિત કામગીરીને વધુ સુવ્‍યવસ્‍થિત બનાવવાની દિશામાં મહત્ત્વનું બની શકે છે.

(11:11 AM IST)