તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદના આનંદનગરમાં સસરાની હત્યાના 3 આરોપીઓ બનાસકાંઠાથી ઝડપાયા
સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, આરોપીઓએ લાકડી અને પાઈપો વડે માત્ર ગણતરીની સેકન્ડોમાં 36 ફટકા મારી નટુ પરમારને મોતને ઘાટ ઉતાર્યા હતા

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગત 2 મેના રોજ જીવરાજ બ્રિજ નીચે થયેલી નટુ પરમારની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પત્નીના પક્ષના ત્રણ શખ્સોની બનાસકાંઠાથી ધરપકડ કરી છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, આરોપીઓએ લાકડી અને પાઈપો વડે માત્ર ગણતરીની સેકન્ડોમાં 36 ફટકા મારી નટુ પરમારને મોતને ઘાટ ઉતાર્યા હતા. પુત્રની પત્નીના પરિવારજનોએ જ આ ખૌફનાક હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસ અન્ય એક ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
