<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નળસરોવરમાં પક્ષીઓનો શિકાર અને ખરીદી-વેચાણ કરતા 3 શખ્સો ઝડપાયા: 25 પક્ષીઓને બચાવાયા

વન વિભાગની ટીમે રાણાગઢ નજીક ધોળી થળી વિસ્તારમાંથી દશરથભાઈ તેજાભાઈ દોમડાને 29 દેશી-વિદેશી પક્ષીઓ સાથે ઝડપી પાડ્યો

વિરમગામના પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં શિકાર અને પક્ષીઓની ખરીદી-વેચાણના મામલે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમે રાણાગઢ નજીક ધોળી થળી વિસ્તારમાંથી દશરથભાઈ તેજાભાઈ દોમડાને 29 દેશી-વિદેશી પક્ષીઓ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી શિકાર માટે વપરાતી જાળ સહિતનાં સાધનો કબજે કરાયાં હતાં. 

 પકડાયેલા 29 પક્ષીઓમાંથી 25ને બચાવી લેવાયાં હતાં, જ્યારે 4 પક્ષીઓનાં મોત થયાં હતાં. મૃત પક્ષીઓમાં દુર્લભ ગણાતી કોમન પોચાર્ડ પ્રજાતિનાં 2 પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, નળસરોવર પોલીસે દરજી ગામ પાસેથી ધીરુ કાનજીભાઈ પઢાર અને રામ ઈશાભાઈ પઢારને શિકાર કરાયેલાં પક્ષીઓ અને માંસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

 

(10:02 PM IST)