<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

પાટણના સાંતલપુરના વૌવા ગામમાં વીજળી પડતા 35 પશુઓના મોત

ખેતરમાં રાખવામાં આવેલા ઘેટા-બકરા પર અચાનક વીજળી પડતાં મોટી સંખ્યામાં પશુઓના મોત થયા

પાટણના સાંતલપુરના વૌવા ગામમાં વીજળી પડતા 35 પશુઓના મોત થયા છે. ખેતરમાં રાખવામાં આવેલા ઘેટા-બકરા પર અચાનક વીજળી પડતાં મોટી સંખ્યામાં પશુઓના મોત થયા હતા. ઘટનાને પગલે પશુ માલિકને મોટું નુકસાન થયું છે. એકસાથે 35 પશુઓના મોતથી પશુ માલિકમાં ચિંતા અને આઘાતનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઈ હતી. ભારે વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાથી ખેતરમાં રહેલા પશુઓની મોટી સંખ્યામાં ખુવારી થઈ છે. સ્થાનિક સ્તરે ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવી છે.

(7:12 PM IST)