<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અરવલ્લીના મેઘરજના ઝરડા ગામે ખેતરમાંથી ગાંજાના 360 લીલા છોડ ઝડપાયા

હળદર, આદુ, પીંડાળુ અને રીંગણના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર: ખેતરમાંથી 50.520 કિલોગ્રામ ગાંજાના છોડનો જથ્થો જપ્ત

અરવલ્લીના મેઘરજના ઝરડા ગામે ખેતરમાંથી ગાંજાના 360 લીલા છોડ ઝડપાયા છે. હળદર, આદુ, પીંડાળુ અને રીંગણના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો  ખેતરમાંથી 50.520 કિલોગ્રામ ગાંજાના છોડનો જથ્થો જપ્ત કર્યો છે. ગાંજાના છોડની કિંમત ₹ 25.26 લાખ હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ઝરડા ગામના 40 વર્ષીય રાજેશભાઈ મેઘાભાઈ મેણાત સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે

(6:38 PM IST)