તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
વરસાદી પાણીમાં ફસાયેલા સરથાણા આદર્શ નિર્વાસિત શાળાના 37 વિદ્યાર્થી, 12 સ્ટાફનુ પોલીસે કર્યું રેસ્ક્યું
37 વિદ્યાર્થી, 12 સ્ટાફનું રેસ્ક્યુ કરાયુ. તમામને દોરડા વડે ખેંચી અને ઉચકીને બહાર કઢાયા.

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બાદ સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો સુરતના સરથાણામાં ભારે વરસાદ વચ્ચે સરથાણા પોલીસે પ્રશસનિય કામગીરી કરી છે. શાળામાં ફસાયેલ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફનુ રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના કારણે આદર્શ નિર્વાસિત શાળા બાળકો ફસાયા હતા. 37 વિદ્યાર્થી, 12 સ્ટાફનું રેસ્ક્યુ કરાયુ. તમામને દોરડા વડે ખેંચી અને ઉચકીને બહાર કઢાયા હતા .
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
