તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
અંબાજીમાં પૂનમ મહામેળાના છઠ્ઠા દિવસે 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા :કુલ રૂ.1.83 કરોડથી વધુની આવક
ભાદરવી પૂનમના મહામેળાના શરૂઆતના છ દિવસોમાં કુલ મળીને 38 લાખ 23 હજાર 469 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મહામેળાના છઠ્ઠા દિવસે પણ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા અને ચારેય બાજુ ભક્તિ તેમજ આસ્થાનો મહાસાગર જોવા મળ્યો હતો.
મેળાના છઠ્ઠા દિવસે કુલ 3 લાખ 72 હજાર 126 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર પવિત્ર માતાજીના દર્શનનો લહાવો લીધો હતો. આ સાથે જ મહામેળાના શરૂઆતના છ દિવસોમાં કુલ મળીને 38 લાખ 23 હજાર 469 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે
મા અંબાના ભંડારમાં ભક્તો દ્વારા મુક્ત મને દાન આપવામાં આવી રહ્યું છે. છઠ્ઠા દિવસે માત્ર ભંડારમાંથી જ 29 લાખ 63 હજાર 582 રૂપિયાની રોકડ આવક નોંધાઈ હતી. જ્યારે વિવિધ માધ્યમોથી છઠ્ઠા દિવસે કુલ 1 કરોડ 83 લાખ 10 હજાર 115 રૂપિયાની જંગી આવક થવા પામી છે.
આગામી સમયમાં મહામેળાના અંતિમ દિવસ એટલે કે પૂનમના પાવન અવસરે પણ અંબાજી ખાતે હજુ પણ વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી પ્રબળ સંભાવના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ રાખવામાં આવી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
