તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 23rd September 2026
નડિયાદના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના 4 આરોપી ઝડપાયા
તપાસ દરમિયાન CCTV પરથી આરોપીઓનું વાહન ઓળખાયું:કુલ 7 આરોપીઓના નામ ખૂલ્યા હતા, જેમાંથી 4ની ધરપકડ

ખેડા જિલ્લાના નડિયાદના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના 4 આરોપી ઝડપાયા. કુલ 7 આરોપી પૈકી 4 ઝડપાયા છે. ગત તા. 20 સપ્ટેમ્બરના રોજ NRIના મકાનમાં લૂંટના ઈરાદે આરોપીઓ ઘૂસ્યા હતા. ઘટના દરમિયાન 80 વર્ષના જશભાઈ પટેલ નામના વૃદ્ધ જાગી જતા ઓશિકા વડે તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જશભાઈના દીકરા સંદીપ પટેલ વચ્ચે પડતાં તેઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતાં LCB, SOG, ચકલાસી પોલીસ અને નડિયાદ ટાઉન પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV પરથી આરોપીઓનું વાહન ઓળખાયું હતું, જેના આધારે આગળની કડીઓ મળી હતી. તપાસમાં કુલ 7 આરોપીઓના નામ ખૂલ્યા હતા, જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જો સુરાસામળમાં લૂંટ કરવામાં સફળતા મળી હોત, તો આરોપીઓ આણંદમાં પણ લૂંટ કરવા જવાના હતા.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
