તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
PM મોદીની સભા માટે ૪ સ્થળો શોર્ટલિસ્ટ, ટ્રાફિક વ્યવસ્થા માટે એડિશનલ CP સજ્જનસિંહ પરમારે PI તેજસ પરમાર સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ
૫ જૂને PM મોદીના સુરત પ્રવાસને લઈ તંત્ર એલર્ટ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં વરાછા-વેસુમાં સ્થળ નિરીક્ષણ તેજ : PM મોદીના સુરત પ્રવાસ પહેલા તંત્ર સતર્ક, સુરતથી સુપરિચિત DGP કે.એલ.એન. રાવ CP અનુપમસિંહ ગેહલોત પાસેથી ઝીણવટભરી વિગતો મેળવી રહ્યા છે

રાજકોટ, તા.૨૯: ૫ જૂને દમણ એરપોર્ટના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવી રહ્યા છે. જાહેરસભા માટે વેસુ અને વરાછા વિસ્તારમાં ૪ સ્થળોની યાદી તંત્ર દ્વારા ઉપર મોકલવામાં આવી છે. PMના કાર્યક્રમને લઈ સુરતનું સમગ્ર વહીવટી અને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સવારથી સાંજ સુધી પોતાની ટીમ સાથે વરાછા-વેસુ વિસ્તારમાં સંભવિત સભા સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. કલેક્ટર તેજસ પરમારની ટીમ અને મ્યુનિસિપલ કમિશનર તંત્ર પણ સ્થળની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા માટે સતત દોડધામ કરી રહ્યું છે.
એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક સજ્જનસિંહ પરમાર અને તેમની ટીમ ટ્રાફિક પ્લાનિંગ, પાર્કિંગ વ્યવસ્થા અને રૂટ ડાયવર્ઝનનો અભ્યાસ કરી રહી છે. નિરીક્ષણ બાદ હાલ ૪ સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને અંતિમ મંજૂરી માટે યાદી દિલ્હી મોકલાઈ છે. રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ પણ PMના કાર્યક્રમને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે સીધા સંપર્કમાં છે. સુરતની ભૂગોળથી સંપૂર્ણ માહિતગાર હોવાથી ડો. રાવનું માર્ગદર્શન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
