તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
સુરતના ઓલપાડમાં બ્રિજ પરથી બાઇકસવાર ૪ યુવકો નીચે પટકાયાઃ ૩નાં કમકમાટીભર્યા મોત
બાઈક સવારે સંતુલન ગુમાવતા બાઇક બ્રિજની દીવાલ સાથે જોરથી અથડાયું હતું

સુરત, તા.૨૧: ઓલપાડના કુડસદ ગામે બ્રિજ પરથી બાઈક સવાર ચાર યુવક નીચે પટકાયા હતા. જેમાં ત્રણનાં મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સુરતના ઓલપાડના કુડસદ ગામે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. એક જ બાઇક પર ચાર યુવકો જઈ રહ્યા હતા. અચાનક બાઈક સવારે સંતુલન ગુમાવતા બાઇક બ્રિજની દીવાલ સાથે જોરથી અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ચારેય યુવકો બ્રિજ પરથી ૫૦ ફૂટ નીચે પટકાયા હતા.
આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સે ઘાયલ યુવકને સારવાર માટે સુરત સિવિલ હૉસ્પિટલ પહોંચાડ્યો હતો.
કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘાયલ યુવકની સ્થિતિ નાજુક છે અને તેનું નિવેદન લીધા પછી જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે. એકસાથે ત્રણ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં ભારે શોક ફેલાયો છે
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
