તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd November 2026
વડોદરામાં મંદિરમાં દર્શન કરતી વખતે ઝભ્ભાના ખીસ્સામાથી ૪૦ હજારની ચોરી
જીગ્નેશભાઈ રમણલાલ જાનીની પોલીસ મથકમાં ફરિયાદ : આરોપીને તાત્કાલિક પકડી લેવા માંગણી

રાજકોટ તા.૨૩ : વડોદરામાં મંદિરમાં દર્શન કરતી ઝભાના ખીસ્સામાથી ૪૦ હજારની ચોરી થતા જીગ્નેશભાઈ રમણલાલ જાનીએ પોલીસ મથકમાં ફરિયાદ કરીને આરોપીને તાત્કાલિક પકડી લેવા માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં રહેતા જીગ્નેશભાઈ રમણલાલ જાની શ્રી આશાપુરા માતાજીના મંદિરે તા.૨૨ ના દર્શન કરવા ગયા હતા અને મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરી રહ્યા હતા ત્યારે તેના ઝભ્ભાના ખીસ્સામાથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ૪૦ હજારની ચોરી લીધી હતી.
આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે અને આરોપીને તાબડતોબ ઝડપી લેવા માંગણી કરી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
