<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

૪૧૫ રેડ,૨૩ પીડિત મુકત,૧૦ લોકોની CID દ્વારા ધરપકડથી સન્નાટો

મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ.એન રાવ અને અધિક પોલીસ મહા નિર્દેશક અજય ચૌધરીના માર્ગદર્શનમાં CID દ્વારા કાબિલેદાદ કામગીરીથી સન્નાટો

રાજકોટ, તા.૧: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તથા CID ક્રાઈમ વડા ડો. કે. એલ. એન. રાવ અને CID મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અજય ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસની એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ રાજ્‍યવ્‍યાપી સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી.

એપ્રિલ માસ દરમિયાન રાજ્‍યના વિવિધ જિલ્લા/શહેરમાં કુલ ૪૧૫ રેડ કરવામાં આવી. જેમાં ૨૩ પીડિતોને ટ્રાફિકરોની ચુંગાલમાંથી બચાવી લેવામાં આવ્‍યા. ૮ ગુનાઓ BNS ૧૪૩/ ITPA/POCSO એક્‍ટ હેઠળ નોંધવામાં આવ્‍યા તથા ૧૦ મુખ્‍ય ટ્રાફિકર/ગેંગ લીડરની ધરપકડ કરવામાં આવી. જિલ્લાવાર જોતાં અમદાવાદ રૂરલમાં ૧૦૩, ગીર સોમનાથમાં ૬૨, અરવલ્લીમાં ૩૫, જૂનાગઢમાં ૩૩ અને રાજકોટ રૂરલમાં ૨૦ રેડ કરવામાં આવી. રાજકોટ રૂરલમાં ૫ પીડિત બચાવાયા તથા બનાસકાંઠામાં ૨ પીડિત બચાવી ૪ ધરપકડ સાથે ૨ આંતરરાજ્‍ય લિંક્‍સ પકડાઈ.

કુલ ૯ FIR નોંધવામાં આવી. તપાસ દરમિયાન ૧૩ મોબાઈલ/ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્‍યા. ૮ પીડિતોને CWC સમક્ષ રજૂ કરી પુનઃવસનની કાર્યવાહી હાથ ધરાઈ. સુરત શહેરમાં ૧ FIR સાથે ૪ મોબાઈલ સુરત રૂરલમાં ૧ FIR સાથે ૮ મોબાઈલ અને સુરત રૂરલમાં ૧ FIR સાથે ૮ મોબાઈલ અને ગાંધીનગરમાં ૨ FIR સાથે રૂ.૯૦૦૦/- રોકડ જપ્ત કરવામાં આવી. કેસ ડિટેઈલઃ સુરત શહેર ખાતે તા.૧૨/૦૪/૨૦૨૫ના રોજ FIR નં. ORCA/૨૦૨૫ થી BNS ૩, ૪, ૫, ૬ તથા ITPA એક્‍ટ કલમ ૩, ૪, ૫, ૬ મુજબ ગુનો નોંધી AHTU દ્વારા કાર્યવાહી કરવામાં આવી. CID ક્રાઈમ વડા ડો. કે. એલ. એન. રાવ એ જણાવ્‍યું કે, હ્યુમન ટ્રાફિકિંગ એ માનવતા વિરુદ્ધનું ગંભીર કળત્‍ય છે. ગુજરાત પોલીસ ઝીરો ટોલરન્‍સની નીતિથી કાર્યરત છે. CID મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અજય ચૌધરીએ જણાવ્‍યું કે, પીડિતોના પુનઃવસન અને ટ્રાફિકિંગ નેટવર્કને નેસ્‍તનાબૂદ કરવા અમારી પ્રાથમિકતા છે

 

વસ્‍તી ગણતરી ૨૦૨૭ પહેલા જ જૂનાગઢ મહાનગરપાલિકાનો મોટો છબરડોઃ ખાનગી શાળાના શિક્ષકોને સોંપી ગણતરીદારની કામગીરી

નાયબ નિયામકના આદેશ મુજબ માત્ર સરકારી કર્મચારીને જ કામગીરી સોંપવાની, છતાં ખાનગી કર્મચારીઓના કરાયા ઓર્ડર, કામગીરી સામે ઉઠ્‍યા સવાલો

જૂનાગઢ, તા.૪: વર્ષ ૨૦૨૭માં શરૂ થનારી દેશવ્‍યાપી વસ્‍તી ગણતરીની ઙ્કારંભિક કામગીરીમાં જ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોટો છબરડો સામે આવ્‍યો છે. વસ્‍તી ગણતરી કચેરીના નાયબ નિયામકશ્રીના પરિપત્રમાં સ્‍પષ્ટ સૂચના હોવા છતાં મહાનગરપાલિકાએ ખાનગી શાળાના શિક્ષકોને ગણતરીદાર અને સુપરવાઈઝરની કામગીરી સોંપી દીધી છે.

વસ્‍તી ગણતરી કચેરીના નાયબ નિયામકશ્રી દ્વારા કરાયેલા પત્રના મુદ્દા નંબર ૨માં સ્‍પષ્ટ ઉલ્લેખ છે કે વસ્‍તી ગણતરીની કામગીરી માટે માત્ર સરકારી કર્મચારીઓને જ નિમણૂક આપવાની રહેશે. તેમ છતાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા ગણતરીદાર અને સુપરવાઈઝરના આદેશમાં અનેક ખાનગી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખાનગી કર્મચારીઓ ગમે ત્‍યારે નોકરી છોડી શકે છે. આવી સ્‍થિતિમાં વસ્‍તી ગણતરી જેવી રાષ્‍ટ્રીય મહત્‍વની કામગીરી અધવચ્‍ચે અટકી પડે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? આ ઉપરાંત ખાનગી કર્મચારી દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં ન આવે તો તેની જવાબદારી કોની રહેશે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શરૂઆતના તબક્કે જ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિયમોનો આ રીતે ભંગ કરવામાં આવ્‍યો હોવાથી સંપૂર્ણ વસ્‍તી ગણતરી નિર્વિઘ્‍ને અને સંતોષકારક રીતે પૂર્ણ થશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે. નાગરિકોમાં પણ આ છબરડાને લઈને ચર્ચા જાગી છે અને તંત્ર પાસે યોગ્‍ય કાર્યવાહીની માંગ ઉઠી છે

(1:12 PM IST)