<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાલે ૪૪૯ યુવા અને પ્રતિભાશાળી ઉમેદવાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો એનાયત કરાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં NFSU, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર વિતરણ સમારોહ

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિક હાજર રહીને નવનિયુક્ત અધિકારીઓને પ્રોત્સાહિત કરશે અને શુભેચ્છાઓ પાઠવશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર, તા.૭ : ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને રોજગારીની ઉત્કૃષ્ટ તક પૂરી પાડવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા.૮ જુલાઈ ૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે ગાંધીનગરના સેક્ટર-૯ સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા ૪૪૯ યુવા અને પ્રતિભાશાળી ઉમેદવારો માટેનો 'નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ' યોજાશે.

 

આ ગરિમામય સમારોહ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાનેથી યોજાશે. મુખ્યમંત્રીશ્રીના  હસ્તે નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે અને તેમને શુભેચ્છાઓ પાઠવશે.

 

આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધારશે. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ, ગૃહ વિભાગના અગ્ર સચિવ  સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિક હાજર રહી નવનિયુક્ત અધિકારીઓને પ્રોત્સાહિત કરશે.

(5:43 PM IST)