News of Friday, 1st May 2026
તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમમાં 57માંથી 48 પ્રશ્નોનો નિકાલ
જિલ્લા સ્તરે આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપતા તંત્રની કામગીરી પ્રત્યે વિશ્વાસ મજબૂત

તાપી જિલ્લામાં નાગરિકોની ફરિયાદોને ઝડપથી ઉકેલવા માટે યોજાતા સ્વાગત કાર્યક્રમમાં આ વખતે નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.
તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 57 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી 48 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી કુલ 54 અરજદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાંથી 36 અરજદારો જાતે ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નોને વાચા આપી હતી.
સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં કલેક્ટર ડૉ. ગર્ગે અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
સ્વાગત કાર્યક્રમમાં તાત્કાલિક ઉકેલ લાયક પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં કાર્યવાહી કરવા માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા સ્તરે આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપતા તંત્રની કામગીરી પ્રત્યે વિશ્વાસ મજબૂત થતો જોવા મળી રહ્યો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
