તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બેંકમાં ધોળા દિવસે થયેલી 52 લાખ લૂંટ કેસમાં ક્રાઈમ બાંચને લૂંટમાં વપરાયેલી બે બાઇકો જિલ્લાના કીમથી મળી
પુરાવાઓના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દિલ્હી અને હરિયાણામાં ધામા નાખીને બેઠી

સુરતના વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ધોળા દિવસે થયેલી 52 લાખ રૂપિયાની રોકડ લૂંટના મામલે ક્રાઈમ બ્રાન્ચને ટિમ ને મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બે બાઇક સુરત ગ્રામ્યના કીમ વિસ્તારમાંથી મળી આવી છે. આનાથી તપાસને એક અત્યંત મહત્વની દિશા મળી છે.
વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં લૂંટ બાદ આરોપીઓ કીમ-સાયણ વિસ્તારમાં એક ઠેકાણે રોકાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ તે ઘર સુધી પણ પહોંચી ગઈ છે, જ્યાં લૂંટારુઓએ ઘટના બાદ આશરો લીધો હતો. આ કડીથી પોલીસને અત્યંત ઘણા મહત્વના પુરાવા મળ્યા છે, જેના આધારે આરોપીઓની ઓળખ પણ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં થયેલી રોબડી ના આ મામલે અગાઉ પણ કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા. મહત્વના આ જ પુરાવાઓના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દિલ્હી અને હરિયાણામાં ધામા નાખીને બેઠી છે અને શંકાસ્પદોની શોધમાં સતત દરોડા પાડી રહી છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં રોબડી ની તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને સુરત શહેર પોલીસ સૂત્રોનું માનવું છે કે આગામી એક-બે દિવસમાં આ સનસનીખેજ બેંક લૂંટનો પર્દાફાશ થઈ શકે છે.....?
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
